નખત્રાણા ખાતે આવેલ મથલની એક દુકાનમાથી રોકડની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નખત્રાણા ખાતે આવેલ મથલની એક દુકાનમાથી તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે મથલના જિતેન્દ્ર ટોકરશી ઠક્કર દ્વારા નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 16/12ના બપોરના અરસામાં દુકાન બંધ કરી ચાવી ઘરે મૂકી સાંજે પરિવાર સાથે સાળંગપુર ગયેલ હતા ત્યાર બાદ 18/12ના પરત આવી દુકાને જવા ચાવી શોધતા હાજર મળી ન હતી. ત્યાર બાદ ઘરના નલિયા પણ ખુલેલી હાલતમાં જોવા મળ્યા હતા તેથી ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરાની તપાસ કરવવામાં આવતા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. દુકાનના ગલ્લામાંથી રોકડા રૂા. 4000ની ચોરી થયા હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવેલ હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.