ભુજ ખાતે આવેલ હરિપરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

 ભુજ ખાતે આવેલ હરિપરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત દિવસે સવારના અરસામાં આ યુવતી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની લાકડાંની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.  આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.