નખત્રાણા ખાતે આવેલ દેવપર (યક્ષ)ના ક્રિકેટ મેદાન પર કોઈ મુદ્દે મારામારી થતાં પોલીસ મથકે સામ સામાં પક્ષે ફરિયાદ નોંધાઈ

નખત્રાણા ખાતે આવેલ દેવપર (યક્ષ)ના ક્રિકેટ મેદાન પર કોઈ મુદ્દે મારામારી થતાં પોલીસ મથકે સામ સામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર દેવપરના ક્રિકેટ મેદાનમાં મેચમાં `નો બોલ’ મુદ્દે અમ્પાયર સાથે બોલાચાલી થતા આરોપી શખ્સે ફરિયાદીને બેટથી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ આજ મુદ્દે સામી ફરિયાદ દેવપરના શખ્સે લખાવી હતી. જેમાં અમ્પાયર ‘નો બોલ’ આપતા આરોપીએ  ઉશ્કેરાઇ ગાળા-ગાળી કરી પથ્થરથી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.