કેદીઓના દૈનિક વેતનમાં વધારો થતાં કેદીઓને મીઠાઈ વહેંચીને જાણ કરાઈ

રાજ્યની જેલોમાં કેદીઓના દૈનિક વેતનમાં વધારો થતાં કેદીઓને મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા રાજ્યની જેલોમાં કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવતા ભુજની પાલારા જેલમાં બંધ કેદીઓને મીઠાઈ વહેંચીને જાણ આપવામાં આવી હતી. મળેલ માહિતી અનુસાર બિનકુશળ કેદી માટે રૂા. 70થી વધારીને રૂા. 110, અર્ધકુશળ કેદીઓ માટે રૂા. 80થી વધારીને રૂા.140 અને કુશળ કેદીઓ માટે રૂા.100થી વધારીને 170 વેતન કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પાલારા ખાસ જેલના અધીક્ષકએ જેલમાં કેદીઓને આ બાબતે મીઠાઈ વહેંચી જાણકારી આપી હતી.