નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીના રહેણાક મકાનના આંગણામાં એક વિચિત્ર જીવ જોવા મળ્યો
copy image

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં એક રહેણાક મકાનના આંગણામાં એક વિચિત્ર જીવ જોવા મળેલ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ખત્રી ફળિયામાં સોના જેવા ચળકાટ સાથે જમીન પર ચાલતો આ જીવ દેખાવમાં કાચબા જેવા આકારનો હતો. તેને ઉપાડવાનો પ્રયાશ કરવામાં આવતા તે જમીન પર ચોંટી રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે સામાન્ય રીતે અમુક જીવોના કલર કરતાં આ સોના જેવો કલર અલગ પ્રકારનો દેખાઈ રહ્યો છે. આ જીવાતની સાથે ત્રણ બચ્ચાં પણ જોવા મળ્યા હતાં.