મોરબી ખાતે આવેલ વાઘપર મેઈન રૉડ પર વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી ખાતે આવેલ વાઘપર મેઈન રૉડ પર વિદેશી દારૂની બે બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મોરબી વાઘપર મેઈન રૉડ નાલા પાસે આરોપી એક શખ્સ પોતાના કબ્જામાં વિદેશી દારૂની રૂ.૧૦૦૦ની કિંમતની બે નંગ બોટલો સાથે મળી આવેલ હતો. પોલીસે શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરી આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.