ખારીરોહર પાસે ઉભેલ ટ્રેઇલરમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા દોડદામ મચી : 47.45 લાખના નુકશાનની સંભાવના

copy image

ખારીરોહર પાસે આવેલ જય અંબિકા વે-બ્રીજ સામે ઉભેલ ટ્રેઇલરમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે દોડદામ મચી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ગત તા. 18/12ના વહેલી પરોઢે ખારીરોહરની સીમમાં જય અંબિકા વે-બ્રીજની સામે આ બનાવ બન્યો હતો. મીઠીરોહરની અલગ્યાસ એક્સપોર્ટ નામની ચોખાની કંપનીનું ટ્રેઇલર ગોદામ બહાર પાર્ક કરેલ હતું, જેમાં રેપસીટ ભરેલું હતું જે મીઠીરોહરની આ કંપનીમાં ખાલી કરવાનું હતું. તે સમયે, અચાનક કોઇ કારણોસર આ વાહનમાં આગ ભભૂકી ઊઠતાં આ વાહન અને તેમાં ભરેલ માલ બળીને ભશ્મ થયો હતો. અગ્નિશમન દળે તેના ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આ બનાવમાં રૂા. 47,45,989ની નુકસાનીનો અંદાજ આંકવામાં આવી રહ્યો હતો. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.