લખપત ખાતે આવેલ કાનેરના ખેતરમાં 16 ભેંસ ઘૂસાડી દેવાતાં એરંડાના પાકને 80 હજારનું નુકસાન પહોંચાડી જાનથી મારી દેવાની ધાકી અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ

લખપત ખાતે આવેલ કાનેરના ખેતરમાં 16 ભેંસ ઘૂસાડી દેવાતાં એરંડાના પાકને 80 હજારનું નુકસાન થયેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે દયાપર પોલીસ મથકે કાનેરના સાહુ આમદ સોઢા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના ખેતરમાં નાની-મોટી સોળ જેટલી રેઢી મૂકેલી ભેંસો એરંડાના પાકને ચરી ગઇ હતી. આ ભેંસો ગામના જ શખ્સની હોવાથી ફરિયાદીએ તેને પોતાની ભેંસો લેવા આવવા સમજાવવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ કહ્યું કે, જો બીજીવાર આ રીતે મારી ભેંસો રોકશો તો જાનથી મારી નાખીશ. આમ એરંડાના પાકને 80 હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.