ગાંધીધામમાં બાઇકથી જઇ રહેલા આધેડનું બાઇક સ્લીપ થતાં મોત

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરીમાં બાઇકથી જઇ રહેલા કનુ હીરાભાઇ તુરી નામના આધેડનું બાઇક સ્લીપ થવાના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 26/11ના વરસાદ થયો હતો તે સમયે આ આધેડ બાઇકથી ઘરે જઇ રહ્યા હતા. તે દરમ્યાન સ્ટર્લીંગ હોસ્પિટલથી સુંદરપુરી બાજુ જતા માર્ગ પર હતા ત્યારે હનુમાન મંદિરથી આહીરવાસ વચ્ચે આવેલા ચાર રસ્તા પાસે તેમનું બાઇક સ્લીપ થતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.