અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ગૌચર તથા સરકારી જમીનમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા માંગ ઉઠી

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં ગૌચર તથા સરકારી જમીનમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજારના વરસામેડી ગામે ભૂમાફિયા દ્વારા મોટાપાયે ખનન કરી માટી ઉપાડવામાં આવી રહી છે. નીમ થયેલી ગૌચર જમીન વરસામેડી તથા આસપાસના વિસ્તારની ગાયો માટે ઉપયોગી છે, જેમાં ખનન થતા ગાયોને પાણી પીવા જવા માટે પણ રસ્તો શેષ રહ્યો નથી. અંજાર તાલુકાનાં વરસામેડીમાં ગૌચર તથા સરકારી જમીનમાં ગેરકાયદેસર થઈ રહેલ ખનન અટકાવવા અંગે ગૌરક્ષક મંડળ તથા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે.