ખાવડા માર્ગે સાંજે માર્ગ પર પૂરપાટ આવતી કારે અડફેટમાં લેતાં બે ભેસોના મોત

copy image

ખાવડા માર્ગે સાંજે માર્ગ પર પૂરપાટ આવતી કારે બે ભેંસને અડફેટમાં લેતાં બે ભેસોના મોત થયા હતા, ઉપરાંત કારમાં પણ બોનેટના ભાગે નુકસાન પહોંચ્યું હતું. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીતી અનુસાર હાજીમામદ વાંઢ વિસ્તારમાં ભેંસો ચરી રહી હતી અને બે ભેંસ માર્ગ પર આવી ચડી હતી. તે સમયે, પૂરપાટ આવતી કારની અડફેટમાં આવી બે ભેંસ આવી જતાં તેના મોત નિપજ્યાં હતા. આ માર્ગ પર ટ્રેઇલર તથા પ્રવાસીઓના વાહનોથી ગાય-ભેંસ સહિતના પશુઓ તેમજ વાહનોના અકસ્માતના અવારનવાર બનાવો બની રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં પ્રવાસીઓ પોતાના વાહન ધીમા અને ધ્યાનથી ચલાવે તેવી માલધારીઓ દ્વારા ઈચ્છા વ્યક્ત કરાઈ રહી છે.