1 લાખની રોકડ સહિત 3.66 લાખના મુદ્દામાલ સાથે નવ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી અંજાર પોલીસ

copy image

copy image

અંજાર પોલીસ રતનાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,રતનાલ ગામ પાસે આવેલ તળાવ નજીક બાવળની ઝાડીઓમાં ત્રિકમ ઉર્ફે બબો શામજી માતા નામનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 1,09,370ની રોકડ સહિત કુલ 3,66,370ના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ શખ્સો :

  1. વિમલ પરશોતમભાઈ ખેંગાર ઉ.વ.48 રહે ગાંધીધામ
  2. ગફુર અલારખા સોઢા ઉ.વ.25 રહે મીઠીરોહર,ગાંધીધામ
  3. કાનજી રવજી ડેકા છાંગા ઉ.વ.58 રહે રતનાલ,અંજાર
  4. ભીમજી ઉર્ફે ભીમાભાઇ વાસણભાઈ ગોપાલભાઈ છાંગા ઉ.વ.33 રહે રતનાલ,અંજાર
  5. અલીભાઈ મામંદભાઈ કુંભાર ઉ.વ.33 રહે ભચાઉ
  6. ઘુરીભાઈ ઉર્ફે ગિરીશભાઈ ધનુમલ મૂલચંદાણી ઉ.વ.54 રહે ગાંધીધામ
  7. ઓસ્માણ અલીમામંદ બાવા ઉ.વ.36 રહે વર્ષામેડી,અંજાર
  8. ખેમચંદ મૂલચંદ થાવરાણી ઉ.વ.53 રહે અંજાર
  9. ત્રિકમ ગોપાલ લખમણ વરચંદ ઉ.વ.59 રહે રતનાલ,અંજાર