મુંદ્રા સોપારીકાંડમાં જેલમાં રહેલા બે વચેટિયાઓના જામીન કોર્ટે નકાર્યા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મુંદ્રા સોપારીકાંડમાં જેલમાં રહેલા બે વચેટિયાઓના જામીન કોર્ટે નકારી દીધા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મુંદ્રા સોપારી લાંચ કેસમાં જેલમાં બંધ બે વચેટિયાઓએ રેગ્યુલર જામીન પર છૂટવા ભુજની કોર્ટમાં અરજી કરેલ હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર બંને શખ્સોના નિયમિત જામીન રદ કરી દેવામાં આવ્યા હતા. દરમ્યાન ફરજ મોકૂફ ફરાર આરોપી શખ્સોને હાજર થવા 30 દિવસનો સમય આપવામાં આવેલ હતો પરંતુ આ આરોપી હજુ નાસતા ફરે છે. તેઓની સમય અવધિ આગામી તા. 9/1ના પૂર્ણ થઈ રહી છે. ત્યાર બાદ આરોપીઓની મિલકત ટાંચમાં લેવા સહિતનાં પગલાં ભરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.