માંડવીના એક ગામની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

માંડવીના એક ગામની પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આરોપી શખ્સ વિરુદ્ધ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આજથી પાંચેક વર્ષ પૂર્વે તેઓ પોતાના ઘરે એકલા હતા તે દરમ્યાન આરોપીએ તેમની એકલતાનો ગેરલાભ લઇ તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર ફરિયાદી જ્યારે એકલા હોય તે સમયે આરોપી ત્યાં જઇ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ફરિયાદી તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.