અંતરજાળમાંથી 10 જુગારપ્રેમીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાંથી 10 જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંતરજાળ ગામના બસ સ્ટેશનની પાછળના ભાગે ગત દિવસે સાંજના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 10 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂપિયા 7,310 હસ્તગત કરવામાં આવ્યા હતા. પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધારવામાં આવી છે.