માધાપરના ચકચારી હનીટ્રેપ કેસની આરોપી રિદ્ધિ વસાવાના નિયમિત જામીન કોર્ટે ફગાવ્યા
copy image

માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના ચકચારી પ્રકરણમાં આરોપી સ્નેહલ ઉર્ફે રિદ્ધિ વસાવાના નિયમિત જામીન ભુજની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહીત અનુસાર સ્નેહલ ઉર્ફે રિદ્ધિ વસાવાની આ ચકચારી હનીટ્રેપ કેસમાં અટક થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં તેણે નિયમિત જામીન મેળવવા કોર્ટમાં અરજી કરેલ હતી. જે અંગે ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજે નામંજૂર કરેલ હતી.