ગાંધીધામના રેલવે મથક પર બે યુવાનોના મોબાઈલ સેરવી લેવાયા

copy image

ગાંધીધામના રેલવે મથક પર યુવાનના મોબાઇલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ટ્રેનમાંથી ઊતરતી વેળાએ આ યુવાનના રૂા. 34,999ના મોબાઇલની ખિસ્સાકાતરુ ચોરી કરી પલયાન થઈ ગયેલ હતો, ઉપરાંત એક યુવાન ટ્રેનમાં ચડવા જઇ રહ્યો હતો ત્યારે તસ્કરોએ રૂા. 20,000નાં મોબાઇલની તફડંચી કરી હતી. અંજારના રહેવાસી યુવાનનો મોબાઈલ ચોરી થયા હોવાની ઘટના સામે આવી રહી છે. મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસાણામાં રહેનાર પ્રવીણ કુમારસિંહ પવનકુમારસિંહ ક્ષત્રિય નામનો યુવાન ગત તા. 20-12ના અમદાવાદથી ગાંધીધામ આવવા માટે ભાગલપુર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ ટ્રેન નંબર 09452માં બેઠો હતો. જનરલ ડબામાં સવાર આ યુવાન ગાંધીધામ પહોંચ્યો તે સમયે તેના જેકેટમાં મોબાઇલ હતો ત્યાર બાદ રેલવે મથકના ગેટ નજીક પહોંચતાં તેનો મોબાઇલ ગુમ જણાયો હતો. કોઇ શખ્સ તેના રૂા. 34,999ના મોબાઇલની તસ્કરી કરી નાસી છૂટ્યો હતો. ઉપરાંત  રેલવે મથકે વધુ એક મોબાઇલ ચોરીનો બનાવ ગત રાત્રે બન્યો હતો. તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર તે યુવાન ગત રાત્રે ગાંધીધામથી વાપી જવા રેલવે મથકે ઊભો હતો. રાત્રે જનરલ ડબ્બામાં ચડવા જતાં ભીડનો લાભ લઇ કોઇ શખ્સએ તેનો રૂા. 20,000નો મોબાઇલ સેરવી લીધો હતો. વધુ માહિતી મળી રહી છે કે, આવા ચોરી અને લૂંટ ફાટના બનાવો અટકાવવા અને આવું કૃત્ય કરતાં તત્વોને પકડવા અંગે લોકમાંગ ઊઠી હતી.આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.