નાના રતડીયા સીમમાં ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી : 1 કરોડથી વધુ રકમના વાહનો જપ્ત

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા નાના રતડીયા સીમમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એક કરોડથી વધુ કિંમતના વાહનો હસ્તગત કરાયા હતા. માહિતી મળી રહી છે કે ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી તે દરમ્યાન બેન્ટોનાઈટ ખનીજના ગેરકાયદેસર રીતે ખોદકામનું કારસ્તાન ઝડપાયુ હતું. હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં ટીમે હ્યુડાઈનુ એકસકેવેટર તથા ડમ્પર વાહનો જપ્ત કરીને આગળની વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપ્યા હતા.  આ વાહનો 1 કરોડથી વધુ રકમના હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આવનાર દિવસોમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ખોદકામ કરેલ જમીનની માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જેથી ખનીજ ચોરીનો આંક પાટી પર આવી શકસે.સૂત્રો જણાવી રહ્યા છે કે આ પ્રવૃતિમાં સામેલ શખ્સો દ્વારા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પર છુપી રીતે વોચ રાખતા હોય છે.