ભુજ શહેરના ભઠારા ફળીયા, ઠુઠાવાડી વંડીમાં અમુક શખ્સો દ્વારા જાહેરમાં ધાણી પાસા નું જુગાર રમાતા પકડી પડાયા
આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્વારા ભુજ શહેરના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલી કે ભુજ શહેરના ભઠારા ફળીયા, ઠુઠાવાડી વંડીમાં અમુક શખ્સો દ્વારા જાહેરમાં ધાણી તથા પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાતો હોવાથી ત્યાં રેડ કરાતા તે શખ્સો ને ઝડપી પડાયા હતા. કુલ્લે રૂપિયા ૬૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.