ધર્મેશભાઈ મહેતાના માતા લીલાવતીબેન મનુભાઈ મહેતા નામના 74 વર્ષના વૃધ્ધાએ બિમારીથી કંટાળી કરી આત્મહત્યા
ગુજરાતનાં રાજકોટ શહેરમાં આવેલ વાલ્કેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને એક જાણીતા જ્વેલર્શનો શોરૂમ ધરાવતા માલિકનાં વયોવૃદ્ધ પત્નીએ સવારના ભાગમાં સાતમા માળેથી કૂદીને આપઘાત કરી પોતાનો જીવ ટૂંકાવ્યો હતો જેના પગલે આ બાબતે જાણ થતાં ચકચાર મચી ગઈ હતી. અને ફ્લેટમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા, જ્યારે પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.