જીલ્લામાં ફરી એક વખત કોરોનાનું આગમન : અંજારમાં પ4 વર્ષીય આધેડનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ

covid positive

copy image

copy image

જીલ્લામાં ફરી એક વખત કોરોનાનું આગમન થતાં લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આઠ મહિનાના સેમયગાળા બાદ કચ્છમાં કોરોનાનો કેસ નોંધાયો હોવાની વિગતો સામે આવી રહી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ઉત્તર પ્રદેશથી પરત આવેલ વરસામેડીના પ4 વર્ષીય આધેડ કોરોના સંક્રમિત થતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવશ્યક તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટે ભારત સહિત વિશ્વના 40 દેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસામેડીમાં દેખાયેલ કેસ નવા વેરિઅન્ટનો તો નથીને તે જાણવા આ વ્યકિતના સેમ્પલને જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવેલ છે. મળેલ માહિતી અંજાર ખાતે આવેલ વરસામેડીમાં રહેતા પ4 વર્ષીય આધેડને 20મી તારીખથી તાવ શરદી થયા હતા. ત્રણ દિવસ સુધી તેમાં કોઈ રાહત ન મળતાં તેમણે અંજારની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનું પરિક્ષણ કરાવેલ હતું જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કોરોના સંક્રમીત આ વ્યકિતએ કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા છે. થોડા સમય અગાઉ તેઓ ઉત્તર પ્રદેશથી પરત ફર્યા ત્યાર બાદ તેમને શરદી તાવ સહિતના લક્ષણ જોવા મળતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ આધેડ પોતાના ઘરે સારવાર હેઠળ છે.