ઓઢવમાં જૂના ઝગડાની અદાવતમાં 14 વર્ષીય સગીરને સાત સખસો દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અમદાવાદ ખાતે આવેલ ઓઢવમાં જૂના જગડાનું મદ દુખ રાખી સાત શખ્સોએ સગીર પર લાકડી અને છરાથી હુમલો કરીને તેનો જીવ લઈ લીધો હતો. જે અંગે સગીરના પિતાએ સાતેય શખ્સો સામે ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામમા આવેલ છે. નોંધાવેલ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવાયા છે. જેમાંથી એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ઓઢવમાં રહેતા ઈશ્વરભાઇ નાડીયા મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21/12ના રોજ તેમનો 18 વર્ષીય પુત્ર અને 14 વર્ષનો સગીર પુત્ર રાત્રીના સમયે રબારી વસાહત પાસે ચા પીવા ગયેલ અને બેઠા હતા. તે દરમ્યાન ત્યાં સાત શખ્સો આવ્યા હતા. સાતેય શખ્સોએ આ સગીર સાથે થયેલા અગાઉના ઝઘડાની અદાવતમાં તેને ગાળો બોલીને માર મારવા લાગ્યા હતા. જેથી સગીર ભાગવા જતા સાતેય શખ્સોએ છરા અને લાકડીથી તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે તેના મોટો ભાઈ તેને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર્યો હતો. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નોંધાવેલ ફરિયાદ અનુસાર આ સાતેય શખ્સો સામે એટ્રોસિટી અને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.