મોરબીમાં બંધ મકાનના તાળાં તોડી 53 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મોરબી ખાતે આવેલ સનાળા રોડ પર શ્રીજીનગર સોસાયટીના બંધ મકાનના તાળાં તોડી 53 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ પર આવેલ સત્યાનપાન વાળી શેરીમાં શ્રીજીનગર સોસાયટીમાં રહેતા અલ્કાબેન દિનેશભાઈ ચેતા દ્વારા મોરબી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.16/12ના રોજ રાતના અરસામાં ફરિયાદી પોતાના ઘરને લોક કરીને બન્ને સંતાનો સાથે પોતાના ભાઈના ઘરે ગયેલ હતા. બીજા દિવસે સાંજના સમયે ફરિયાદીએ ઘરે પરત આવીને જોતા દરવાજાના તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા. વધુ તપાસ કરતાં ઘરમાં તમામ સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો. ઉપરાંત રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૫૩,૦૦૦નો મુદામાલ મળી ન આવતા ચોરી થયાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.