ભુજમાં પતંગ ચગાવતા સમયે છત પરથી પડી જતાં 5 વર્ષીય બાળક ઘાયલ

copy image

copy image

ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. પરતું ક્યારેક બેદરકારી પોતા પર જ ભારે પડી શકે છે. તેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં પતંગ ચગાવતી વેળાએ છત પરથી પટકાયેલા બાળક ઘાયલ થયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત શુક્રવારના દિવસે શહેરના ભીડગેટ વિસ્તારમાં રહેતો પાંચ વર્ષીય બાળક પોતાના ઘરની છત પર પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે અચાનક છત પરથી નીચે પડી જતા બાળકને ઈજાઓ પહોચી હતી.જેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો.