ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 264 બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડતી અંજાર પોલીસ

daru

copy image

અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જી.જે.16 સી.બી. 9474 વાળી ગાડીમાં ગીરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ જવાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ વોચ ગોઠવી બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાથી 96,600ની કિમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 264 બોટલ નીકળી પડી હતી. પોલીસે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલ આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.