રતનાલમાં એક રહેણાંક મકાનમાંથી 4.45 લાખના દાગીનાની તસ્કરી

અંજાર ખાતે આવેલ રતનાલમાં એક રહેણાંક મકાનમાંથી 4.45 લાખના દાગીનાની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રતનાલમાં એક રહેણાંક મકાનમાં ચોર તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને 4.45 લાખના સોનાંનાં દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ ગત તા. 7/12થી તા. 22/12 સુધીના સમયગાળા દરમ્યાન બન્યો હતો. મળેલ માહિતી મુજબ આજથી અંદાજિત પંદર દિવસ પૂર્વે ફરિયાદીના પુત્રીને માંડવીના રાજપરમાં ફરિયાદીની કાકાની દીકરીના ઘરે મકાનના વાસ્તુપૂજનમાં જવાનું હોવાથી સેટી પલંગમાં પડેલા આ દાગીના પહેરવાના હતા. ફરિયાદીની પુત્રીએ આ દાગીના ન પહેરીને આ સ્થાને રહેવા દીધા હતા. ત્યાર બાદ  ગત દિવસે સવારના અરસામાં દાગીનાની શોધ કરાતા તે હાજર મળ્યા ન હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.