Month: April 2024

ધાણીપાસા વળે જુગાર રમતા બે જુગારપ્રેમી પોલીસના સકંજામા

copy image શહેરના ભીડનાકા બહાર ધાણીપાસાનો જુગાર રમતા બે જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.બપોરના અરસામાં ભીડનાકા બહાર રોયલ હોટેલની પાછળ દેશલસર તળાવની ગલીમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે યુવાનને રોકડા રૂા. 16,800ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

ભુજની યુવતી સાથે ઓનલાઈન 54 હજારની ઠગાઇ

copy image ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવા વેચવાની મૂકેલી જાહેરાત જોઇ, ભુજની યુવતીએ સંપર્ક કરતાં તેની સાથે 54 હજારની ઓનલાઇન છેતરપિંડી થઇ હતી. જો કે, સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)એ મદદરૂપ બની રકમ પરત અપાવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)દ્વારા મળેલ માહિતી અનુસાર  ભુજની  યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઇ હતી, જેમાં જણાવાયું હતું કે, એક આર્મિ ઓફિસરની પોતાનાં વતનમાં બદલી થયેલ  છે અને તેમને એક્ટિવા વેચવાનું છે. આથી અરજદારે   સામાવાળાનો સંપર્ક કરતાં ચતુર ઠગબાજે વાતોમાં લઇને વિશ્વાસ બેસાડી અરજદાર પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂા. 54,143 ઓનલાઇન મેળવી લીધા ત્યાર બાદ એક્ટિવા ન આપી, અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. આથી યુવતીએ પોતાની સાથે ફ્રોડ થયાનું જણાઇ આવતાં તેમણે તુરંત સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતાં સેલે અરજદારને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ તેમનાં ખાતાંમાં પરત અપાવી હતી.

સાત આરોપીઓએ એકજૂથ મળી જેલમાં બંધ બુટલેગર પર હુમલો કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ભરૂચની સબજેલમાં જાસૂસીકાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં સાત આરોપીઓએ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર...

ભુજ શહેર વિસ્તારમાં આવેલ નાગોર ફાટક પાસેથી માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે બે પુરુષ તથા એક મહિલાને ઝડપી પાડતી એલ.સી.બી. તથા એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ”

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય...

અરેઠી ગામની પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે આચાર્યની કેબિનમાં ભીષણ આગ

નેત્રંગ તાલુકાની અરેઠી પ્રાથમિક શાળામાં રાત્રિના ત્રણ વાગ્યે આચાર્ય હરિસિંહ વસાવાના ઓરડામાં આગ લાગી હતી. જેમાં કોમ્પ્યૂટર, ટીવી ,કબાટ ,ફર્નિચર...

આડેસર પો.સ્ટે.નાં ગુનામાં નાસતા ફરતા પ્રોહી.બુટલેગ૨ને પકડી પાડતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા...