ભુજ શહેર વિસ્તારમાં આવેલ નાગોર ફાટક પાસેથી માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે બે પુરુષ તથા એક મહિલાને ઝડપી પાડતી એલ.સી.બી. તથા એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ”

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય તેમજ હાલમાં લોકસભા ચુંટણી- ૨૦૨૪ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં હોય અને ધાર્મિક તહેવારો હોય જેથી સખત વાહનચેકીંગ કરવા આપેલ સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ તથા એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી પી.પી.ગોહિલ સાહેબ તથા એસ.ઓ.જી. ના કર્મચારીઓ સંયુક્ત રીતે ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરીમાં હતા. દરમ્યાન ગઇકાલ તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ નાગોર ફાટક, ભુજ પાસે નાગોર તરફથી એક રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર આવતાં જેને ઉભી રખાવી કારની ચેકીંગ દરમ્યાન (૧) પારસગર રમેશગર ગુસાઇ, ઉવ.૨૫, રહે. રઘુવંશી નગર, શંકર ભગવાનના મંદિર પાસે, ભુજ (૨) રવી રતન ચનાલ (વાલ્મિકી), ઉવ.૨૮, રહે. વાલ્મિકી નગર, લોટસ કોલોની પાછળ, ભુજ તથા (૩) જયાબા ઉર્ફે જાનકીબા ડો/ઓ પ્રતાપસિંહ જાડેજા, ઉવ.૩૨, રહે. રઘુવંશી નગર, શંકર ભગવાનના મંદિર પાસે, ભુજવાળાઓના સંયુકત કબ્જામાં ગ્રાન્ડ વિટારા કારમાં ડ્રાઇવીંગ સીટ નીચે ગેરકાયદેસર રીતે રાખેલ માદક પદાર્થ ગાંજો વજન ૧.૦૦૩ કિલોગ્રામ, કિ.રૂ. ૧૦,૦૩૦/- મળી આવેલ હોય જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમોની વિગત-

(૧) પારસગર રમેશગર ગુસાઇ, ઉવ.૨૫, રહે. રઘુવંશી નગર, શંકર ભગવાનના મંદિર પાસે, ભુજ

(ર) રવી રતન ચનાલ (વાલ્મિકી), ઉવ.૨૮, રહે. વાલ્મિકી નગર, લોટસ કોલોની પાછળ, ભુજ તથા

(૩) જયાબા ઉર્ફે જાનકીબા ડો/ઓ પ્રતાપસિંહ જાડેજા, ઉવ.૩૨, રહે. રઘુવંશી નગર, શંકર ભગવાનના મંદિ પાસે, ભુજ
પકડાયેલ મુદામાલની વિગત-

(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧.૦૦૩ કિલોગ્રામ, કિ.રૂ. ૧૦૦૩૦/-

(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ ૦૩, કિ.રૂ. ૧,૧૫,૦૦૦/-

(૩) રોકડા રૂ.૪૦૦/-

(૪) એક ગ્રાન્ડ વિટારા કાર, કિ.રૂ. ૧૦,00,000/- કુલ કિં.રૂ.૧૧,૨૫,૪૩૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ, એસ.ઓ.જી.ના પો.સ.ઈ.શ્રી પી.પી.ગોહિલ સાહેબ તથા એલ.સી.બી.ના પો.હે.કો. મયુરધ્વજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ પુરોહિત, ભાવેશભાઇ ખટાણા, પુજાબેન રાજપુત તથા એસ.ઓ.જી.ના પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, ગોપાલભાઇ ગઢવી, ચાંદનીબેન દેવડાનાઓએ કરેલ છે.