Month: April 2024

સૂરજ શિક્ષણધામ હરીપર(ભુજ)ની વિધાર્થિનીઓ દ્વારા SVEEP અંતર્ગત  “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ”  થીમ ઉપર વિશાળ માનવ સાંકળ રચના કરાઇ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા "ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ" ની  થીમ  આપવામાં આવેલ છે...

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો

ભચાઉમાં પડી જતાં યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.  ભચાઉમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો.  યુવાન ગત તા. 26/3ના પોતાના ઘર પાસે હતો, ત્યારે તેને અચાનક ચક્કર આવતાં તે બેભાન થઇને પડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેને પ્રથમ ભચાઉ,  ગાંધીધામ, ભુજ અને વધુ  સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો,  જ્યાં  સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા  હતા.

અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત

copy image અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત નીપજયું હતું.   પાંતિયા ગામમાં રહેનાર યુવાન ગઇકાલે સવારના અરસામાં  પોતાની વાડીએ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન, ઇલેક્ટ્રિક રૂમમાં મોટર  સ્ટોરમાં કામ  કરવા જતાં  તેને અકસ્માતે વીજશોક લાગ્યો હતો.જે અંગે યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો  હતો, જ્યાં ફરજ પરના  તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવાનનું અકાળે મોત થતાં ભારે  ચકચાર...

અંજારના નિંગાળમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક ઈશમ પોલીસના સકંજામાં

અંજારના નિંગાળમાં આવેલા એક વાડાની અંદર જમીનમાં સંતાડેલી બંદૂક પોલીસે શોધી કાઢી શખ્સની ધરપકડ કરી હતી  અંજારની સ્થાનિક પોલીસ ગઈરાત્રે  પેટ્રોલિંગમાં  હતા ત્યારે નિંગાળ ગામના દરબારવાસમાં રહેનારા યુવાન પોતાના કબ્જાના વાડામાં બંદૂક છૂપાવી હોવાની જાણકારી  આ ટીમને મળી હતી. મળેલ જાણકારીના   આધારે પોલીસે પોતાની તૈયારી કરી આ શખ્સના વાડામાં છાપો માર્યો હતો. વાડામાં આવેલ ઓરડી પાછળ તપાસ કરાતા તાજો ખોદાયેલ ખાડો જોવા મળતા . ત્યાં  ખાડો ખોદીને તપાસ કરતા અંદરથી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 2000ની આ બંદૂક પોલિસે પોતાના હસ્તગત   કરી તેમજ  આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ બંદૂક ક્યાંથી લઈ આવ્યો અને કેવા ઉપયોગ માટે તેણે રાખી હતી તેની આગળની  વધુ તપાસ...

હાર-જીત નો સટ્ટો રમતા બે ઈશમો સાથે 67,400નો મુદ્દામાલ  હસ્તગત કરાયો

copy image ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં ઓફિસ બહાર ખુરશી રાખીને મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમતા બે આરોપી શખ્સને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રૂા. 67,400નો મુદ્દામાલ હસ્તગત કરાયો  હતો. શહેરના ઉષા પેટ્રોલ પંપ પાસે ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં યુવાનની વાડી કોમ્પલેક્સમાં પોલીસે ગઇકાલે સાંજના અરસામાં  છાપો માર્યો હતો, આ ઇમારતના ઉપરના માળેની ઓફિસ બહાર બે શખ્સ ખુરશી પર બેસી સટ્ટો રમી રહ્યા હતા,  તેવામાં અચાનક  ત્રાટકેલી પોલીસે  ખુરશી ઉપર બેઠેલા ...

ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલ ટેન્કર અજાણ્યા ઇસમો દ્વારા હંકારી તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલની તસ્કરી

કંડલા ખાતે આવેલી ઇમામી કંપની બહાર પાર્કિંગમાં રાખેલું ટેન્કર અજાણ્યા ઇસમો હંકારી જઈ તેમાંથી 5,12,000નું સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું. કંડલા મરીન પોલીસના દ્વારા જણાવેલ માહિતી મુજબ તા.5/4થી તા. 6/4 દરમ્યાન આ બનાવ બન્યો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરના  કબજાના ટેન્કરમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક કંડલાની કચ્છ ઓઇલ કંપનીમાંથી સાંજના સમયે ટેન્કરમાં સોયાબીન ઓઇલ 24.400 ટન ભરીને  ઇમામી કંપની ખાતે ખાલી કરવા ગયેલ હતા. ચાલકે કંપનીના બહારના ભાગે વાહન પાર્ક કરી ઘરે જતાં રહ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા શખ્સો દ્વારા વાહન હંકારી  સીલ તોડી તેમાંથી 5 ટન અને 690 કિલો સોયાબીન ઓઇલ કાઢી લીધું હતું.  ચોરી કરીને આરોપી ટેન્કરને મોડવદર પુલિયાની નીચે આવેલા પેટ્રોલપંપ પાસે મૂકી આરોપી ફરાર...

સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી  કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી

copy image તાલુકાની સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી  કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે   નોંધવાઇ છે.  આ ચોરી અંગે પદ્ધર પોલીસ મથકે શાળાના શિક્ષકે  નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5/4ના બપોરના અરસામાં શાળાને તાળું મારી તેઓ  ઘરે ચાલ્યા ગયા હતા.  બીજા દિવસે સવારે શાળાનાં તાળાં તૂટેલાં જોવા મળ્યા...