Month: May 2024

રાપરના નીલપર સીમમાં આવેલા ભેડીયામાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચાર ચોરોને ચોકિદારી કરી રહેલ શખ્સ પર છરી વડે હુમલો

copy image રાપર તાલુકાના નીલપર સીમમાં આવેલા ભેડીયામાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચાર ચોરોને ચોકિદારી કરી રહેલા ભાણીયાએ પડકારતાં તસ્કરોએ તેને...

કિશોરીનું અપહરણ કરી તેની પર વારંવાર દુષ્કર્મ ગુજારતાં શખ્સની ધરપકડ

copy image અંજારમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના વરસામેડી ફાટક બાજુ રહેનાર એક કિશોરી મોમાઇ નગર બાજુ હતી ત્યારે આરોપીએ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેનું અપહરણ કર્યું હતું. આ શખ્સે કિશોરીને જેસલ-તોરલ સમાધિ નજીક બાવળની ઝાડીમાં તથા હોટેલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડયો હતો.

દેશલપર પાસેના માર્ગે  ઈકો કારનું ટાયર ફાટતાં  ગમખ્વાર અકસ્માત સર્જાયો જ્યારે માંડવીમાં  બાયઠથી લાયજા  વચ્ચે  લકઝરી બસ પલટી ખાઇ જતાં પંદરેક જેટલા પ્રવાસીને ઇજાઓ

copy image મુંદરા તાલુકાના દેશલપર પાસેના માર્ગે ઈકો કારનું ટાયર ફાટતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં માર્ગની સાઈડમાં ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં તેમાં સવાર 37 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય બાળકો સહિત 11 સવારને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે  રાપર તાલુકાના ચિત્રોડના મહિલાએ મુંદરા પોલીસ મથકે, નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઈકાલે સવારે તેમના જૂના કટારિયામાં રહેતા ભાઈની ઈકો કાર  માંડવી બીચ પર ફરવા જવાનું નક્કી થતાં ફરિયાદી તથા તેના બે બાળક અને તેના ભાઈ  તથા ભરતભાઈ જોશી અને તેના દીકરો-દીકરી અને ભરતભાઈના બહેન અને તેમનો દીકરો તેમજ ફરિયાદીના મોટા બહેન અને તેમના દીકરા-દીકરી માંડવી બીચથી ફરીને સાંજે જૂના કટારિયા માટે પરત આવી રહ્યા હતા ત્યારે પહેલાં ઘરે પહોંચવાનું હોવાથી ઈકો ચાલક  ગાડી સ્પીડમાં ચલાવી રહ્યા હતા અને ભુજપુર-દેશલપર માર્ગે કારનું ટાયર ફાટતાં ચાલકએ કાબૂ  ગુમાવતાં માર્ગમાં  સાઈડમાં ઊભેલી ટ્રકમાં પાછળ ભટકાતાં ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો. જેમાં વચ્ચેની સીટમાં બેઠેલા  મનહરપુર - રાજકોટવાળા  ભરતભાઈ જોશીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફત  સારવાર અર્થે મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં  ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્યોને  સામાન્ય ઈજા પહોંચી હોવાનું ફરિયાદમાં...

ફરી એક વખત રૂા. 4,23,448ની છેતરપિંડી: અંજાર  તાલુકાનાં વરસાણામાં આવેલી કંપનીમાં વાહન ચાલક દ્વારા કરાઇ માલની હેરફેર

copy image અંજાર તાલુકાનાં વરસાણામાં આવેલી કંપનીમાં હાઇડ્રોકલોરિક એસિડનો ઓર્ડર આપી તેની જગ્યાએ કોસ્ટિક સોડા ભરી જતાં માલ લેનાર કંપની તથા વાહનચાલક સામે રૂા. 4,23,448ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.   ગાંધીધામમાં રહેનાર ફરિયાદી  વરસાણાની કચ્છ કેમિકલ્સ કંપનીમાં  વાઇસ પ્રેસિડેન્ટ  તરીકે કામ કરે છે. જુદા-જુદા કેમિકલનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતી આ કંપનીને જેતપુરની નેશનલ ટ્રેડર્સ કંપનીએ 120 ટન હાઇડ્રોકલોરિક એસિડનો ઓર્ડર આપ્યો હતો. જે અંગે ફરિયાદીની કંપનીએ કાર્યવાહી કરી જુદા-જુદા વાહનો થકી અમુક માલ મોકલાવી આપ્યો હતો. તે દરમ્યાન ટેન્કર  ચાલક તથા  નેશનલ  ટ્રેડર્સ   કંપનીના  માલિક  ભાગીદારી કરી ગેટ પાસ હાઇડ્રોકલોરિક એસિડના  ઓર્ડર પ્રમાણે બનાવે છે, પરંતુ છેતરપિંડી કરીને  વાહનમાં કોસ્ટિક સોડા લોડિંગ કરાવી કંપનીની  લેબોરેટરીમાં પણ હાઇડ્રોકલોરિક  એસિડનું સેમ્પલ ...

અંજાર પોલીસ મથકે ગેરવાજબી વર્તન કરતા પાંચ  લોકો  વિરુદ્ધ ફરિયાદ 

અંજાર પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી બાદમાં આરોપીને પકડી  માર મારવા દબાણ કરી  પોલીસ સાથે અશોભનીય, ગેરવાજબી વર્તન કરતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અંજાર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. મેઘપર બોરીચીની ભાગ્યશ્રી સોસાયટીમાં રહેનાર મહિલાએ માધાપરના એક શખ્સ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ચાર લોકો  પોલીસ મથકે આવ્યા હતા અને  શખ્સને તાત્કાલિક પકડો અને માર મારો તેવી માંગ કરતાં ફરિયાદીએ જે  કાયદાકીય કાર્યવાહી થતી હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેતાં  આરોપીઓ ઉશ્કેરાઈ જોરથી દલીલો કરી ગેરવાજબી વર્તન કરવા લાગ્યા હતા અને ફરિયાદીનો વીડિયો ઉતારવાનું કહેવા લાગ્યા હતા. આરોપીને પકડવા દબાણ કરાતાં ફરિયાદીએ પી.આઈ. આવે તો તેમને રજૂઆત કરવા જણાવેલ હતું. બાદમાં બપોરે પી.આઈ. આવતાં તેમની પાસે જઈ  ઊંચા અવાજે દલીલો કરી આરોપીને પકડવા કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી અહીં બેસી રહેશું, તેમ કહી યુવાન વીડિયો ઉતારવાની ના કરાતાં મહિલાઓએ પણ વીડિયો  ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ફરજમાં રુકાવટ કરાતાં ...

કચ્છના અલગ અલગ ગામોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

લુણીમાં લાઈટ ડેકોરેશનના  કામ દરમિયાન યુવાનને  ભારે વીજશોક  લાગતાં મોત :મુન્દ્રાના  લુણી ગામમાં લાઈટ ડેકોરેશનનાં કામ દરમ્યાન ગામના  યુવાન  ને ભારે વીજ લાઈનનો શોક લાગતાં તેનું મોત થતાં લગ્નપ્રસંગ વચ્ચે માતમ નો માહોલ જોવા મળ્યો હતો.મુન્દ્રાના લુણી ગામના ગાધ ફળિયામાં...

કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજનકેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ...