Month: June 2024

મુન્દ્રા અને નખત્રાણામાં અલગ અલગ અકસ્માતોમાં બે યુવાનોનાં મોત

copy image મુન્દ્રાના રાશાપીર સર્કલની બાજુમાં સદગુરુ કોમ્પ્લેક્સ પાછળ રહેતા શખ્સે મુન્દ્રા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના ભાઈ રાશાપીર સર્કલથી...

ધ્રબ સર્વિસ સ્ટેશનમાં રિવર્સમાં આવતાં ટ્રેઇલર તળે અજાણ્યો શખ્સ કચડાયો

copy image મુંદરા તાલુકાનાં ધ્રબમાં સર્વિસ સ્ટેશનમાં ટ્રેઇલરની ધોલાઇ બાદ રિવર્સ લેતા  અજાણ્યો શખ્સ કચડાઇ જતા  તેનું  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસ મથકે, અષ્ટ વિનાયક એન્ટરપ્રાઇઝ (એમ.યાર્ડ)ના ઇન્ચાર્જ તથા સિદ્ધિ વિનાયક લોજિસ્ટીકનું કામકાજ સંભાળતા જનાર્દનભાઇ મજેઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 2-6ના સાંજના આરસામાં   ટ્રેઇલરની ધોલાઇ થઇ ગયા બાદ ચાલકે ટ્રેઇલરને આગળ-પાછળ જોયા વગર રિવર્સમાં લેતા  ખાલી સાઇડમાં  ઊભેલા  અજાણ્યા  વ્યક્તિને અડફેટે લઇ ટ્રેઇલરના ટાયર તેની છાતી અને મોઢાના ભાગે ફરી વળ્યા હતા. લાલ શર્ટ  અને ભુખરા  રંગની ટ્રેક પેન્ટ પહેરેલા આ ઘાયલ શખ્સને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મુંદરા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આ અજાણ્યા શખ્સની ઓળખ શોધવા તપાસ આદરી હતી .

વાયોરના સેવાગ્રામનાં સાત મકાનનાં તાળાં તૂટયાં : ત્રણ લાખના  મુદ્દામાલની ચોરી

copy image  ભુજની પોલીસ લાઈનને તસ્કરોએ નિશાન બનાવ્યાના બનાવના લખાણની હજુ શાહી સૂકાઈ નથી, ત્યાં ફરી એક વખત રાત થી  સવાર સુધી અબડાસાના વાયોરના સેવાગ્રામમાં તસ્કરોએ તરખાટ મચાવી સાત મકાનનાં તાળાં તોડયાં  હતાં,  જેમાં એક મકાનમાં કુલે રૂા. 2,97,000ની મતા ચોરાયાની ફકરિયાદ નોંધાઈ હતી , જ્યારે અન્ય છ મકાનના રહેવાસીઓ  રજા પર હોવાથી તેઓનાં મકાનમાંથી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તેની વિગતો જાહેર થઈ નથી. આમ આ સામૂહિક  ચોરીનો આંક વધવાની પૂરી સંભાવના છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈન્સ મિકેનિકએ વાયોર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ કંપનીની ટાઉનશિપ સેવાગ્રામમાં રહે છે.  રાતના  12 વાગ્યે રૂમના દરવાજાને તાળું મારી તેઓ  રાબેતા મુજબ પરિવાર સાથે બિલ્ડિંગની છત પર સૂવા ગયા હતા. સવારના  છ વાગ્યે પુત્ર ચાવી લઈ નીચે આવતાં  દરવાજાનું તાળું તૂટેલું હોઈ રાડારાડી કરી હતી, જેથી આખા પરિવારે નીચે આવીને જોતાં સામાન વેરવિખેર પડયું  હોવાથી ચોરી થયાનું સામે આવ્યું હતું. ફરિયાદીનાં મકાનમાં લોખંડના કબાટમાંથી સોનાંનું મંગળસૂત્ર આશરે દશ  ગ્રામ ખરીદ કિં. રૂા....

ભચાઉના લાકડીયા નજીક ઈકો કાર અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત 6 નાં કરૂણ મોત ત્રણ સારવાર હેઠળ

copy image ભચાઉ તાલુકાના લાકડિયા નજીક  બપોરના આરસામાં  લોકસભાની ચૂંટણીના પરિણામની પળો વચ્ચે ટ્રેઈલર  અને ઈકો કાર સામ-સામે ભટકાતાં ગોંડલ તાલુકાના લેવા પાટીદાર સમાજના એક જ કુટુંબના પાંચ લોકો તથા  કાર ચાલકનાં મોતથી ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. એક જ કુટુંબના સભ્યોની એકીસાથે લાશ જોઈ કઠણ હૃદયના લોકો પણ રડી પડયા હતા.  ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. આ વેળાએ  ઢળતી બપોરે આ ગમખ્વાર અને ગોઝારો  અકસ્માત સર્જાયો હતો.  સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના લેવા પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ભાડેથી ઈકો કાર કરી રાપરના મોરાગઢ ખાતે મોમાય માતાજીનાં દર્શને ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.  આ જીવલેણ અને ગોઝારા બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યારે પાંચ લોકોનાં બનાવ સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  ઈકો કાર રાજકોટ  બાજુ જઈ રહી હતી. વનવે ઉપર સામેથી આવતા ટ્રેઈલરમાં ધડાકાભેર આ ગાડી ભટકાઈ હતી, જેમાં ગાડીનો ભૂકો  બોલી  ગયો હતો અને ગાડીમાં બેઠેલા તમામને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ વનવે  માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે લોકોના સહયોગથી અકસ્માતગ્રસ્ત વાહનો બાજુએ મૂકી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. આ માર્ગ પર અકસ્માત કરતી વેળાએ દિશા સૂચન બોર્ડ કે અન્ય કોઈ ચિહ્ન મૂકવામાં આવ્યા નહોતા. જેના કારણે લોકોને પોતાની મહામૂલી જિંદગી ખોવાનો વારો આવતો હોય છે, તેવું જાણકાર લોકોએ જણાવ્યું હતું. 

અંજાર નજીક યુવાન પાસેથી બે મોબાઈલની ચીલઝડપ

copy image અંજાર - ખેડોઈ ધોરીમાર્ગ રાયમલધામ નજીક માર્ગ બતાવવાનું કહી બે શખ્સે એક યુવાન પાસેથી રૂા. 15,000ના બે મોબાઈલની ચીલઝડપ કરી હતી. આદિપુરના 4-બી વિસ્તારમાં રહેનાર  યુવાન ગત તા. 2/6ના બપોરે જમીને અંજાર-ખેડોઈ માર્ગ પાસે આવેલા રાયમલધામ જવા નીકળ્યો હતો.  રાયમલધામ  બાજુ જવાના માર્ગે પહોંચતા આ યુવાન ઊભો રહ્યો હતો, તેવામાં સફેદ અને લાલ રંગનું મોપેડ ત્યાં આવ્યું  હતું, જેના પર બેઠેલા બે શખ્સે અમે નવા છીએ, રાયમલધામ કઈ બાજુ છે. યુવાન આંગળી ચીંધીને માર્ગ  બતાવવા જતાં તેના  બીજા હાથમાં રહેલા રૂા. 15,000ના બે મોબાઈલ  ઝૂંટવીને  આ શખ્સો નાસી ગયા  હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી . 

 ખારીરોહર નજીકથી 130 કરોડનું માદક પદાર્થ જપ્ત

copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક કંડલાથી ખારીરોહર બાજુ આવતાં માર્ગની ડાબી બાજુએ  આવેલી  બાવળની  ઝાડીમાંથી રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (એ.ટી.એસ.)એ કોકેઈનના 13 પેકેટ પકડી  પાડયા હતા. આ માદક  પદાર્થની આંતર  રાષ્ટ્રીય બજારમાં 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મીઠીરોહર પછવાડે  દરિયાની  ખાડીમાંથી મળી આવેલા અને  આ મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યની એટીએસની ટીમ  રાતના આરસમાં  કચ્છમાં આવી ગઈ હતી. આ ટીમએ રાતથી  અહીં ધામા...

કનૈયાબે પાસે 18 હજારનાં શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ

copy image ભુજ તાલુકાના નવા કનૈયાબે પાસેથી ચોરાઉ કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ રૂા. 18 હજારના ડીઝલના જથ્થા  સાથે શખ્સોને પદ્ધર પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે આ કામના અન્ય બે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન  કર્યા  છે. પદ્ધર પોલીસને પેટ્રોલિંગ  દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નવા કનૈયાબે રોડ પાસે સ્વીફટ ગાડી  સાથે  ઊભેલા બે શખ્સ  ને ચોરાઉ કે છળકપટથી મેળવેલા ડીઝલ 200 લીટર   કિ. રૂા. 18,000, સ્વીફટ...