ખારીરોહર નજીકથી 130 કરોડનું માદક પદાર્થ જપ્ત

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક કંડલાથી ખારીરોહર બાજુ આવતાં માર્ગની ડાબી બાજુએ  આવેલી  બાવળની  ઝાડીમાંથી રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડી (એ.ટી.એસ.)એ કોકેઈનના 13 પેકેટ પકડી  પાડયા હતા. આ માદક  પદાર્થની આંતર  રાષ્ટ્રીય બજારમાં 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મીઠીરોહર પછવાડે  દરિયાની  ખાડીમાંથી મળી આવેલા અને  આ મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યની એટીએસની ટીમ  રાતના આરસમાં  કચ્છમાં આવી ગઈ હતી. આ ટીમએ રાતથી  અહીં ધામા  નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ટીમએ તપાસ  કર્યા બાદ કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર  ક્રિકેટ  મેદાનની  પાછળ માર્ગની  ડાબી બાઇંજુએ આવેલા બાવળની ઝાડીમાં  તપાસ હાથ ધરી હતી. અહીં બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ ફેંકેલો 13 પેકેટ મળી આવ્યા હતા. પ્લાસ્ટિકની પેકિંગમાં મળેલા આ પેકેટ તથા અગાઉ મીઠીરોહર પછવાડે દરિયાની ખાડીમાંથી મળેલા 800 કરોડ ઉપરાંતના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી. મીઠીરોહરમાં માદક પદાર્થના પેકેટ અગાઉ ફેંકી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે  એટીએસની ટીમને મળેલા આ પેકેટ નાજ ફેંકેલા હોવાનું અનુમાન લગાવાયું હતું. આ માદક પદાર્થ બે ચાર દિવસ   જ ફેંકાયા હોવાની વાતો પણ બહાર આવી હતી. એ.ટી.એસ.એ અહીં કાર્યવાહી કર્યા બાદ સ્થાનિક પોલીસને હસ્તગત કરતાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો  અહીં દોડી આવી હતી. પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કરાયા બાદ એફ.એસ.એલ. અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. બીજી બાજુ આ બાવળની ઝાડીમાં  સમી સાંજ સુધી સ્થાનિક પોલીસ  અન્ય પેકેટની  શોધખોળમાં  લાગી હતી. પરંતુ રાત સુધી અન્ય કોઈ જ પેકેટ મળી આવ્યા ન હોતા. અગાઉ મીઠીરોહરમાં 80 પેકેટ મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ હતી. અને પેકેટના નમુના ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો અભિપ્રાય આપી ગયા બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દર્જ કર્યો હતો.   મળેલા પેકેટના  પ્રકરણ અંગે ગત મોડી રાત્રે એ.ટી.એસ.એ ગાડીનો પીછો કર્યા બાદ એક કાર આ રોડ પરથી નિકળી હતી અને ઉભી રહી હતી બાદમાં પેકેટ ફેંકી દેવાયા હોવાની વો પણ સાંભળવા મળી હતી. મોડેક સુધી બનાવ અંગે કોઈ નોંધ કે ફરિયાદ ન નોંધાતા અન્ય કોઈ વિગતો બહાર આવી નહોતી. દરમ્યાન  મળી આવેલા આ 13 પેકેટમાં કોકેઈન હોવાનું અને તેની આંતર રાષ્ટ્રીય બજારમાં 13 પેકેટની 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. એ.ટી.એસ. ટીમએ પકડી પાડેલા  આ માદક પદાર્થના પ્રકરણમાં કાર્યવાહી આરંભી  હોવાનું બહાર  આવ્યું  હતું.