મુન્દ્રા અને નખત્રાણામાં અલગ અલગ અકસ્માતોમાં બે યુવાનોનાં મોત
copy image

મુન્દ્રાના રાશાપીર સર્કલની બાજુમાં સદગુરુ કોમ્પ્લેક્સ પાછળ રહેતા શખ્સે મુન્દ્રા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમના ભાઈ રાશાપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા માર્ગપર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક ટ્રેલરના ચાલકે તેમને હડફેટે લેતાં યુવાનને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું. મુન્દ્રા પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બીજા બનાવમાં નખત્રાણા તાલુકાના વિથોણ ગામે મફત નગરમાં રહેતા શખ્સનાં ભાઈ તેમના પુત્રને બાઈકમાં લઈને જતો હતો ત્યારે શખ્સ વિથોણ અને દેવપર વચ્ચે રોડ પર સાઈડમાં બાઈક રાખી તેના પુત્રને બાઈક પાસે ઊભો રાખી મોબાઈલ ફોનપર વાતચીત કરી રહ્યો હતો ત્યારે એક મારુતિવાનના ચાલકે તેને હડફેટે લેતાં શખ્સને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગેની જાણ થતાં ફરિયાદી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં શખ્સ ગંભીર રીતે થવાયેલો જોવા મળતાં તેને નખત્રાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.