ધ્રબ સર્વિસ સ્ટેશનમાં રિવર્સમાં આવતાં ટ્રેઇલર તળે અજાણ્યો શખ્સ કચડાયો

copy image

copy image

મુંદરા તાલુકાનાં ધ્રબમાં સર્વિસ સ્ટેશનમાં ટ્રેઇલરની ધોલાઇ બાદ રિવર્સ લેતા  અજાણ્યો શખ્સ કચડાઇ જતા  તેનું  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસ મથકે, અષ્ટ વિનાયક એન્ટરપ્રાઇઝ (એમ.યાર્ડ)ના ઇન્ચાર્જ તથા સિદ્ધિ વિનાયક લોજિસ્ટીકનું કામકાજ સંભાળતા જનાર્દનભાઇ મજેઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 2-6ના સાંજના આરસામાં   ટ્રેઇલરની ધોલાઇ થઇ ગયા બાદ ચાલકે ટ્રેઇલરને આગળ-પાછળ જોયા વગર રિવર્સમાં લેતા  ખાલી સાઇડમાં  ઊભેલા  અજાણ્યા  વ્યક્તિને અડફેટે લઇ ટ્રેઇલરના ટાયર તેની છાતી અને મોઢાના ભાગે ફરી વળ્યા હતા. લાલ શર્ટ  અને ભુખરા  રંગની ટ્રેક પેન્ટ પહેરેલા આ ઘાયલ શખ્સને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મુંદરા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આ અજાણ્યા શખ્સની ઓળખ શોધવા તપાસ આદરી હતી .