અંજાર નજીક યુવાન પાસેથી બે મોબાઈલની ચીલઝડપ

copy image

copy image

અંજાર – ખેડોઈ ધોરીમાર્ગ રાયમલધામ નજીક માર્ગ બતાવવાનું કહી બે શખ્સે એક યુવાન પાસેથી રૂા. 15,000ના બે મોબાઈલની ચીલઝડપ કરી હતી. આદિપુરના 4-બી વિસ્તારમાં રહેનાર  યુવાન ગત તા. 2/6ના બપોરે જમીને અંજાર-ખેડોઈ માર્ગ પાસે આવેલા રાયમલધામ જવા નીકળ્યો હતો.  રાયમલધામ  બાજુ જવાના માર્ગે પહોંચતા આ યુવાન ઊભો રહ્યો હતો, તેવામાં સફેદ અને લાલ રંગનું મોપેડ ત્યાં આવ્યું  હતું, જેના પર બેઠેલા બે શખ્સે અમે નવા છીએ, રાયમલધામ કઈ બાજુ છે. યુવાન આંગળી ચીંધીને માર્ગ  બતાવવા જતાં તેના  બીજા હાથમાં રહેલા રૂા. 15,000ના બે મોબાઈલ  ઝૂંટવીને  આ શખ્સો નાસી ગયા  હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .