કનૈયાબે પાસે 18 હજારનાં શંકાસ્પદ ડીઝલ સાથે બે શખ્સોની ધરપકડ
ભુજ તાલુકાના નવા કનૈયાબે પાસેથી ચોરાઉ કે છળકપટથી મેળવેલા શંકાસ્પદ રૂા. 18 હજારના ડીઝલના જથ્થા સાથે શખ્સોને પદ્ધર પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે આ કામના અન્ય બે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. પદ્ધર પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ખાનગી બાતમીના આધારે નવા કનૈયાબે રોડ પાસે સ્વીફટ ગાડી સાથે ઊભેલા બે શખ્સ ને ચોરાઉ કે છળકપટથી મેળવેલા ડીઝલ 200 લીટર કિ. રૂા. 18,000, સ્વીફટ ગાડી કિ . રૂા. 1,50,000 તથા બે મોબાઇલ કિ. રૂા. 5,500 અને એક છરી એમ કુલ્લે રૂા. 1,73,500ના સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામના અન્ય બે આરોપીને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.