Month: July 2024

ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ મળી આવ્યા

copy image મોટા ભાડિયા થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ધ્રબુડી અને  મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. પ્રાપ્ત  માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ જપ્ત કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.

જિયાપરના વેપારીનો 9 લાખનો ચેક બાઉન્સ : એક વર્ષની સજા ફટકારાઈ

copy image જિયાપરના વેપારીને રૂા. 9,00,000ના ચેક બાઉન્સના કેસમાં  1 વર્ષની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ 30 દિવસમાં  જમા કરવી અન્યથા વધુ 3 વર્ષની સજાનો ભુજ એડી. જ્યુ. મેજિ. કોર્ટે હુકમ ફરમાવ્યો હતો. આ કેસની ટૂંકી વિગત મુજબ ફરિયાદી ભાવસંગજી પ્રતાપજી પીર ખેડૂત તરીકે પોતાની જમીનનો ખેતપેદાશ આરોપી વેપારી મગનલાલ વિશ્રામ પટેલને વેચી હતી. વેચાણના બદલામાં આરોપી વેપારી મગનલાલ પટેલ રૂા. 9,00,000નો ચેક ફરિયાદીને આપ્યો હતો.  ચેક  `ઈન્સફિસિયન્ટ ફંડ'ના સેરાથી બાઉન્સ તથાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ  ફરિયાદ દાખલ કરતાં પાંચમાં અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભુજની કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવતાં અને ફરિયાદ મંજૂર કરી આરોપી મગનલાલને એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ચૂકવણીનો દંડ ફટકારતો આદેશ  કર્યો હતો.  ફરિયાદી ભાવસંગજી પીરના વકીલ તરીકે ધારાશાત્રી એસ.એ. વાઘેલા હાજર રહ્યા હતા.    

મોટા રતાડિયામા સાસુ-નણંદના ત્રાસથી પરિણીતાએ અગનપછેડી ઓઢી

copy image માંડવી તાલુકાના મોટા રતડીયા ગામે પરણીતાને અતિશય ત્રાસ અપાતા તેણે પોતાના ઘરે અગન પછેડી ઓઢી લીધી હતી.જેમાં સાસુ...

પશ્ચિમ કચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જની ફરજમાં દંપતીએ રુકાવટ કર્યાની ફરિયાદ

copy image ભુજ એ ડિવિઝન પોલીસે કેમ્પ એરિયાના દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.  ભુજના કેમ્પ એરિયામાં રહેતા...

અંજારના કિશોરને ઝાડ સાથે બાંધી ચાર પિતરાઈએ માર મારતાં ઝેરી દવા પીધી

copy image અંજારના પ્રભાત નગરમાં રહેતા એક કિશોરને પૂરઝડપે ઘર પાસે બાઈક ચલાવવાના મામલે તેના ચાર પિતરાઈ ભાઈઓએ તેને ઝાડ...

ચિયાસરમાં દબાણનો વાંધો ઉઠાવતાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

copy image અબડાસા તાલુકાના ચિયાસર ગામના ચબૂતરા પાસે રોડ પર કોઠારા ગામના શખ્સ સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરી નાખી ગેરકાયદેસર રીતે...

ગાંધીધામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image ગાંધીધામના ભારત નગરમાં રહેતા એક યુવાને આદિપુરના વ્યાજખોર પાસેથી લીધેલા રૂપિયા એક લાખ પરત ચૂકવી આપ્યા પછી પણ...