Month: July 2024

દુષ્કર્મના કેસમાં માનકૂવાના આરોપીને 20 વર્ષની સખત કેદ

copy image માનકૂવાથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે  સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને પોતાના ઘર બાજુ  વાડીમાં  લઇ  જઇ  ત્રણ  દિવસ સુધી રાખી દુષ્કર્મ ગુજાર્યાના આ બનાવમાં સ્પે. પોકસો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપી આરોપી અરવિંદ ઉર્ફે લાલજી બટુક કોલી (રહે. માનકૂવા)ને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં 18 દસ્તાવેજી પુરાવા તથા 13 સાક્ષીને તપાસ્યા હતા. આરોપી અરવિંદ કોલીને કલમ 376 (2) (એન) એટલે દુષ્કર્મના ગુનામાં  તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા રૂા. એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની કેદ ઉપરાંત આરોપી પોકસોની કલમ 5 (એલ) તથા 6 મુજબ દોષી માની 20 વર્ષની સખત કેદ અને રૂા. બે લાખ  દંડ અને જો દંડ  ભરવામાં  કસૂર કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારનો હુકમ ભુજની સ્પે. (પોકસો) કોર્ટના જજે આપ્યો હતો.  આ કેસની  ટૂંક વિગતો મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી અરવિંદ કોલી (રહે. માનકૂવા) લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. 25-2-21ના આરોપી સગીરાને માનકૂવાથી મોટર સાઇકલમાં  બેસાડી પોતાના...

મોટા દિનારાનાં બે યુવાનો પર ચાર શખ્સોના હુમલાની ફરિયાદ

copy image  મોટા દિનારામાં 30મીના થયેલા હુમલાના પ્રકરણમાં સામી ફરિયાદ નોંધાવાઇ હતી . આ અંગે ખાવડા પોલીસ મથકે મોટા  દિનારાના ગફુર અદ્રીમ સમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અકબર સાલે સમા હાથમાં કુહાડી લઇને નીકળ્યો ત્યારે ફરિયાદીએ કહ્યું કે, અહીંથી ના નીકળવા જણાવ્યું છતાં કેમ નીકળ્યો તેમ કહેતા આરોપી અકબર ગાળો બોલવા લાગ્યો અને અન્ય આરોપીઓ તેના ભાઇ અનસ, મુસ્તાક અને જુણસ મોડજી સમા (રહે. તમામ મોટા દિનારા)એ ફરિયાદ તથા સાહેદ અજીજ નુરમામદ સમાને માથાના ભાગે લાકડી અને કુહાડી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ  બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ  હાથ ધરી હતી.

માથક-શિણાય વચ્ચે માર્ગ પર બે બાઈક અથડતાં બાઈક ચાલક  નું મોત

copy image અંજારના માથક અને ગાંધીધામના શિણાય વચ્ચે માર્ગ ઉપર બે બાઈક ભટકાતા મુંદરાના સલીમ અસલમ ઈબ્રાહીમ આગરીયા નામના યુવાનનું મોત નીપજયું  હતું. મુંદરાની સત્યપ્રકાશ સોસાયટીમાં રહેનાર સલીમ અને તેનો મિત્ર શબ્બીર જુદી-જુદી બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બાઈકના ચાલક મુકેશ રવજી ખોખરે પોતાનું વાહન સલીમના બાઈકમાં ભટકાવતા આ બંનેને ઈજાઓ પહોંચી હતી. બંનેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે લઈ જવાયા  હતા જ્યાં  આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલા સલીમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મુકેશ ખોખર વિરુદ્ધ સલિમના પિતા અસલમ આગરીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા

copy image  નખત્રાણા તાલુકાના મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ જુગારીને પોલીસે પકડી પાડ્યા  હતા.  સાંજના અરસામાં  મંજલની આથમણી સીમમાં બાવળોની ઝાડીમાં જુગાર રમાતો હોવાની  બાતમીના પગલે નખત્રાણા પોલીસે  દરોડો પાડતાં ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગાર રમતા ફિરોજ ઓસમાણ સોઢા, દિનેશ લક્ષ્મણ મહેશ્વરી, નરેશ મેઘજી મહેશ્વરી (રહે. તમામ મંગવાણા), બ્રિજરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, કમલેશ હરેશ ભાવસાર (રહે. બન્ને મંજલ), રજાક ઈસ્માઈલ માંજોઠી, શિવજી વાલજી જોશી (રહે. બન્ને રામપર તા. માંડવી) અને અમિત હરેશ ભટ્ટી (લુડવા તા. માંડવી)ને રોકડા રૂા. 7600ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી જુગારધારા હેઠળ  ગુનો નોંધી આગળની   કાર્યવાહી હાથ ધરી હતી

સિનુગ્રામાં પથ્થરનો ઘા મારી શ્રમિકની હત્યા નિપજાવી

copy image અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં છેલ્લા છ એક મહિનાથી શ્રમિકો વચ્ચે ચાલતા ઝઘડાનો ચકચારી અંત આવ્યો હતો. બે મજૂરોએ મળીને પોતાના સાથીદાર મજૂર એવા ચરકુનાગ નામના યુવાન ઉપર પથ્થર વડે હુમલો  કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું. હત્યાના આ બનાવમાં આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવાયા હતા. અંજારની ખારી  વાડી વિસ્તારમાં રહેનાર ફરિયાદી જતીન હીરજી સોરઠિયા અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં ભાગ્યલક્ષ્મી  ઇન્ફ્રા પ્રોજેક્ટ નામથી પથ્થર ક્રસરનું  કામ કરે છે. આ ભેડિયા ઉપર દસેક શ્રમિકો કામ કરે છે.  શ્રમિકોને રહેવા માટે અહીં ઓરડીઓ બનાવી આપવામાં આવી છે. ફરિયાદી જતીન સોરઠિયા પોતાના આ ભેડિયા ઉપર  સાંજના અરસા  સુધી રહ્યા બાદ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે ઘરે હતા ત્યારે અન્ય શ્રમિક લાલ દેવએ ફોન કરી ચરકુનાગને  ભીમસિંગ તથા સાગર ઉર્ફે બહેરાએ માથામાં પથ્થર મારતા તેને લોહી નીકળે છે તેવું જણાવતા ફરિયાદી ત્યાં પહોંચ્યા  હતા. આ પ્રોજેક્ટની સામેના ભાગે ખુલ્લી જગ્યામાં ચરકુનાગ જમીન ઉપર બેભાન પડયો હતો અને માથામાંથી લોહી નીકળતું હતું. ત્યાં હાજર અન્ય શ્રમિકોએ જણાવ્યું હતું કે, ચરકુનાગ સાથે ભીમસિંગ અને સાગર ઉર્ફે બહેરા સાથે બનતું ન હતું. છેલ્લા છએક મહિનાથી ત્રણેય વચ્ચે જુદી જુદી બાબતે ઝગડા  થતા હતા. દરમ્યાન  સાંજના  સાતેક વાગ્યાના અરસામાં  ચરકુનાગ પ્રોજેક્ટ બહાર ગયો હતો. ત્યારે ભીમસિંગ અને બહેરા તેની પાછળ ગયા હતા. બાદમાં ત્રણેય વચ્ચે જોર જોરથી બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા આરોપીઓએ શ્રમિક યુવાનને નીચે પાડી દીધો હતો. ભીમસીંગે તેને પકડી રાખ્યો હતો અને સાગર ઉર્ફે બહેરાએ નજીકમાં પડેલો મોટો પથ્થર ઉપાડી ચરકુનાગના માથામાં માર્યો હતો, તેવામાં અન્ય શ્રમિકોએ રાડા રાડ કરતાં બંને આરોપી નાસવા લાગ્યા હતા, જેમાં સાગર દોડતા દોડતા પડી ગયો હતો અને પાછો ઊભો થઇને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ પ્રકાશમાં આવતા પોલીસે દોડધામ આદરી હતી અને બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મીઠીરોહરના ગોદામમાં  વીજ કરંટ લગતા બે યુવાનના મોત

copy image ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલા ગોદામમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા   યુવાન  તથા કિશોર ના મોત થયા હતા.ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં રહેનાર અનિકેત(ઉ.વ. 23)  તથા ડી.એલ. બી.  વિસ્તારમાં  રહેનાર જય ચૌહાણ(ઉ.વ. 17) ને  સાંજના અરસામાં  મોતનો ભેટો થયો હતો.  આ બંને  મીઠી  રોહરની  સીમમાં  આવેલા વી.એન.યુ. ગોદામમાં કામ કરી રહ્યા હતા કામ કરતી વખતે લોખંડના ઘોડા ...

અંજાર-આદિપુરમાં અંગ્રેજી દારૂ સાથે બે ઝડપયા

copy image અંજાર અને આદિપુર પોલીસે દારૂ અંગે કાર્યવાહી કરી બે શખ્સને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 35,300નો દારૂ જપ્ત  કરવામાં આવ્યો હતો. અંજારના રામકૃષ્ણ મહાવીરનગર વિસ્તારમાં રામેશ્વર મહાદેવનાં મંદિર  નજીક મકાન નંબર 68માં રહેનાર ધ્રુવ ભટ્ટ નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.  મકાનમાંથી ધ્રુવ દિનેશ ભટ્ટની પોલીસે અટક કરી ઘરની તપાસ દરમિયાન  સીડી  ઉપરથી દારૂ શોધી કાઢ્યો હતો. અહીંથી સિગ્નેચર 750 મિ.લિ.ની 20, એન્ટીકયુટીની 750 મિ.લિ.ની આઠ, મેજિક મોમેન્ટની 750 મિ.લિ.ની 10 એમ કુલ 38 બોટલ કિંમત રૂા. 29,900નો શરાબ કબ્જે  કરવામાં આવ્યો હતો. તેને  આ માલ અંજારનો  જ સુનીલ બારોટ નામનો શખ્સ આપી ગયો હતો. હાથમાં ન આવેલા સુનીલને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. બીજી તરફ  આદિપુરના પ્રભુદર્શન હોલ નજીક પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી  પસાર થનાર  એક્ટિવાને રોકાવી તેની ડેકીની તપાસ  લેવામાં આવી હતી....