Month: July 2024

લાકડિયા નજીક અજાણ્યા વાહન અડફેટે બાઇક ચાલક ઘાયલ થતા ફરિયાદ નોંધાઇ

copy image અંજાર ભચાઉ તાલુકાના લાકડિયા પાસે હાઇવે પર પૂરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બન્ને પગમાં...

મોટી ખોંભડીમાં સાપે ડંખ મારતા યુવાનનું  સારવાર હેઠળ મોત

copy image સર્પ પકડવા માટે અનુભવી એવો મોટી ખોંભડીનો આશાસ્પદ યુવાન પરેશ છગનલાલ વાઘેલા સર્પ પકડીને સીમમાં મુકવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ  જ કાળોતરાએ તેને દંશ મારતા સારવાર હેઠળ તેનું મોત નિપજ્યું હતું. આથી પંથકમાં અરેરાટી પ્રસરી  છે. નખત્રાણા પોલીસ સ્ટેશને આ ઘટના અંગે નોંધાયેલ ફરિયાદ  મુજબ મોટી ખોંભડીના પરેશ  છગનલાલ  વાઘેલા(ઉ.વ. 29)  ગત શુક્રવારની રાતના અરસામાં નાની ખોંભડી ગામે હરિભાઈ સામતભાઈ દાફડાના ઘરે કાળોતરો સર્પ નીકળતા તેને પકડવા ગયા અને સર્પને પકડી અન્યત્ર સીમતળ વાડીમાં છોડી મૂકવા જતા રસ્તામાં સર્પ તેને ... તો. રાત્રે 11 વાગ્યાના સમયે તેની તબિયત લથડતાં સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં સારવાર હેઠળ રાત્રે  2.40 વાગ્યે તેણે દમ તોડયો હતો.  પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી પરેશ સર્પ પકડવાના કામનો અનુભવી હતો. આશાસ્પદ શ્રમિકના હજી લગ્ન પણ થયા ન હતા. ઘટનાને પગલે નખત્રાણા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો...

ચિત્રોડમાં ભાઈ-ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને ઈજા

copy image  રાપર તાલુકાના ચિત્રોડ (બાલાસર)માં ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ચિત્રોડ (બાલાસર)માં રહેનાર ફરિયાદી કરશન કાંયા કોળી નામનો યુવાન ગત તા. 28/6ના સાંજના અરસામાં રાખોડિયું ખેતરમાં સાફ સફાઈ કરી રહ્યો હતો  ત્યારે તેના મોટાભાઈ હરજી કાંયા કોળી  તથા  ભત્રીજો ગોલો કાંયા કોળી ત્યાં આવ્યા હતા અને ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામમાં ઇન્સ્ટા.માં સીન સપાટા કરનારા ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો

copy image ગાંધીધામના ઓસિયા મોલ પાસે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે પિસ્તોલ જેવા હથિયાર સાથે રીલ બનાવનારા ત્રણ શખ્સોને એલસીબી...

ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા ૬ શખ્સોની ધરપકડ

copy image ગાંધીધામના મચ્છુ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની...

વરસામેડીમાં 2.88 લાખના અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક ઝડપાયો

copy image અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ટ્રકમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડી રૂા. 2,88,985નો શરાબ  જપ્ત  કરવામાં આવ્યો હતો.   અંજારની સ્થાનિક  પોલીસ એરપોર્ટ રોડ  બાજુ હતી, તે દરમ્યાન  વરસામેડીના  અંબિકા નગર-1 વિસ્તારમાં મકાન  નંબર 261 પાસે ખુલ્લા  પ્લોટમાં ઊભેલી ટ્રકમાં દારૂ ભરેલો છે, જેને સગેવગે કરવાની હિલચાલ થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસને જોઈ ટ્રકમાંથી કૂદી નાસવા જતાં બકુલ દલસિંઘ વસૈયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલો આ શખ્સ પોતે દારૂ ઊતારવાની મજૂરી કરવા આવ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો ભારતનગર ગાંધીધામના પ્રકાશ ઉર્ફે ટકો મહેશ્વરીનો હોવાનું જણાવ્યું હતું. અહીં ઊભેલી ટ્રક  ની તપાસ લેવાતાં ઠાંઠામાંથી  દારૂની પેટીઓ  નીકળી   હતી.  ટ્રકને અંજાર પોલીસ મથકે લઈ જઈ તેમાંથી 8 પીએમ 750 એમએલની 36, 8 પીએમની 375 ...

દુષ્કર્મના ગુનામાં દોઢ વર્ષથી ફરાર મેઘપરનો આરોપી ઝડપાયો

copy image માનકુવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનાનો આરોપી અટકથી બચવા માટે ફરાર હતો. જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં...