ચિત્રોડીપુરા ગામના પાટિયેથી દારૂ ભરીને જતી કારને પોલીસે ઝડપી
અડાલજ પોલીસે ત્રિમંદિર તરફથી આવતી કારને આંતરીને રોકયા બાદ તલાશી કરતાં તેમાં 340 નંગ દેશી દારૂની કોથળી મળી હતી. કારમાં બેઠેલા બે ઇસમનું નામ પૂછતા તેઓ નાગરપુર ગામના રહેવાસી મહોમદ ખલીફા અને અમીત વાદી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે તેઓએ મહેસાણાના ચિત્રોડીપુરા પાટિયાથી દારૂ ભરીને ઝુંડાલ સર્કલે અમદાવાદનાં ઝાકીરને આપવાના હતા. અડાલજ પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળી કુલ 2.14 લાખનો મુદમાલ કબ્જે કરી ત્રણેય શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.