ગાંધીધામ, ઉમૈયા તથા કીડિયાનગરમાં 16,000આ શરાબ સાથે બે ઇસમો પકડાયા

પૂર્વ કચ્છના ગાંધીધામ, ઉમૈયા તથા કીડિયાનગરમાં પોલીસે રેડ પાડીને 16,000ના દેશી, વિદેશી શરાબ સાથે બે ઈસમોની અટક કરી લીધી હતી. રાપર પોલીસે ગત સાંજના અરસામાં પ્રાગપરથી ,ઉમૈયા રસ્તા પર રેડ પાડી હતી. ઈસમ હરેશ જેમલ કોળી, રહે. પ્રાગપરના કબજાના ખેતરમાં તલાશી કરતાં શરબના 48 ક્વાર્ટરીયા, કિંમત રૂ.4,800ના મળી આવ્યા હતા. જેથી હરેશની અટક કરી લેવામાં આવી હતી. જ્યારે પૂના ભાણા ભરવાડ, રહે. રાપર હજાર મળી આવ્યો ન હતો. દારૂની અન્ય એક બનાવમાં પોલીસે કીડિયાનગરમાં વોચ ગોઠવી હતી. તેવામાં મોપેડ નંબર જીજે 13 પી 5676 પર જોગા રૂપા રબારી પસાર થતો હતો. જેથી તેને રોકાવતાં ઈસમ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો અને મોપેડની તલાશી કરતાં તેમાંથી શરાબની 3 બોટલ તથા 21 ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. પરિણામે 3,150નો શરાબ, મોપેડ વગેરે મળી રૂ. 18,150નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. અન્ય એક ઘટનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્રારા ચુડવા વાંઢ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પાણીના ટાંકા નજીક ધમધમતી દેશી શરાબની શરાબ 193 લિટર, ભઠ્ઠીના સાધનો વગેરે મળી રૂ. 5,660 નો મુદામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. પરંતુ ઈસમ હનીફ ઉર્ફે ઇલો હુશેન ગગડા, કરીમ મામદ કોરેજા રહે બંને ચુડવા વાંઢવાળા હજાર મળી આવ્યા ન હતો વળી, એ ડિવિઝન પોલીસે ગાંધીધામના ચારસો ક્વાર્ટરમાં રેડ પાડી શરાબની 5 બોટલ સાથે પ્રકાશ શ્યામકુમાર પેશવાનીની અટક કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *