રાપર અને ગાગોદરમાં 10 જુગારી રૂ. 90,000ના મુદામાલ સાથે ઝડપાયા
રાપરના ત્રિકમનગરમાં અને ગાગોદરમાં જુગારના દરોડા પડ્યા હતા. ત્રિકમનગરમાં અજાભાઈ હજાભાઈ પઢિયાર, ભલાભાઈ માલાભાઈ પરમાર, અરજણભાઇ ખીમાભાઇ બારોટ અને જીવા વજા ગોહિલને રૂ. 1,260 રોકડા અને રૂ. 1,000 ની કિંમતના બે મોબાઈલ સહિત કુલ રૂ. 2,260 ના મુદામાલ સાથે ઝડપી લેવાયા હતા. ગાગોદર ગામના શંકર મંદિર બાજુમાં આવેલી હરિયાવાળી વાકળીમાં બાવળની ઝાડીમાં તીનપતીનો જુગાર રમી રહેલા 6 ઇસમોને આડેસર પોલીસે 87,750ના મુદામાલ સાથે ઝડપાયા હતા. આડેસાર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી અનુસાર, ગાગોદરમાં આવેલા શંકરના મંદિર બાજુમાં આવેલી હરિયાવાળી વાકળીમાં બાવળની ઝાડીમાં તીનપતીનો જુગાર રમી રહેલા ગાગોદરના ધનશ્યામસિંહ ઉર્ફે ધનુભા હેમુભા જાડેજા, રામા હઠા રાઠોડ, રાણા જહા જાદવ, લખા ખેતા સોલંકી, નોંધા હરિ પરમાર અને સાંયના શાંતિદાસ મોહનદાસ સાધુને રૂ. 11,250 રોકડ, રૂ. 15,000 ની ની કિંમતનો એક મોબાઈલ અને રૂ. 75,000 ની કિમતના ત્રણ બાઇક સહિત રૂ. 87,750 ન્ન મુદામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઈ રાજેન્દ્રસિંહ, કોન્સટેબલ દિલિપ, વિષ્ણુદાન, મહેશભાઇ, કાન્તિસિંહ, ભાણજીભાઇ, દીપાભાઈ, મગનભાઇ, રાકેશભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.