સુમરાસરમાંથી 14 શંકુની રૂ. 1,32,750 ના મુદામાલ સાથે ઝડપાયા

ભુજ તાલુકાનાં સુમરાસરની સીમમાં કોગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યના તાબા હેઠળ ચાલતી જુગાર કલબ પર બાતમીના આધારે બોર્ડર રેંજની રેપીડ ફોર્સ સ્ટાફે બાતમીના આધારે રેડ પાડીને મુખ્ય સુત્રધાર સહિત 14 ઇસમોને 1,17,750ની રોકડ તથા 10 મોબાઈલ સહિત રૂ. 1,32,750 ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જુગારની રેડથી બી ડિવિઝન પોલીસ સહિત જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બોર્ડર રેન્જના આઇજી ડી.બી. વાઘેલાની સૂચનાને પગલે જુગારની બદીને નેસ નાબુદ કરવા બોર્ડર રેન્જના પીએસઆઈ હડિયાની માહિતી હેઠળ એએસઆઈ દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીમના સભ્યોને ભુજ તાલુકાના સુમરાસર ગામની સીમમાં રેડ પાડી હતી. કોગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય અનવર ઇશાક શેખ બહારથી લોકોને બોલાવીને નાલ ઉગરાવી ધાણીપાસાના જુગાર રમાડી રહ્યો હતો. રેડ દરમિયાન ધાણીપાસાનો જુગાર રમતા અનવર ઇશાક શેખ, મજીદ સાલેમામદ શેખ, અબ્દુલ રમજી કુંભાર, હનીફ જુમા ગગડા, જુશબ ઈબ્રાહીમ સમેજા, અકબર દાઉદ લોઢીયા, મુસ્તાક અભુભખર નોડે, ઉમર દરિયાખાન હાલેપોત્રા, સલીમ હુશેન લુહાર, દાઉદ ઉમર કેવર, રહીમ સંગાર જત, મુબારક સુમાર માલા, હકીમ અબ્બાસ વોરા, બુધ્ધાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા સહિત 14 ઈસમોની રોકડ રકમ 1,17,750 તથા 15,000ના 10 મોબાઈલ સહિત રૂ. 1,32,750ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *