ભુજ વાગડ બે ચોવીસી જૈન સમાજની વાડીમાંથી 2.89 લાખના દાગીનાની તસ્કરી થતાં ચકચાર
ભુજ આરટીઓ સર્કલ ખાતે આવેલી વાગડ બે ચોવીસી જૈન સમાજની લગ્નવાડીમાંથી ગત 26મી ફેબ્રુઆરીના બપોરના અરસામાં દીકરીના કરિયાવરમાં આપવાના માટે રાખેલા 2 લાખ 89 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ભરેલી થેલીની કોઇ તસ્કરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે તો સમાજવાડીના સીસીટીવી કેમેરામાં એક છોકરી અને છોકરો રૂમમાંથી બહાર નીકળતા દેખાયા છે પોલીસે તે દિશામાં તજવીજના ચક્રો ગતિમાન કર્યો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર તેમજ ભુજની તળાવ શેરીમાં શીવપારસ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે રહેતા અને સાડીઓની દુકાન ધરાવતા પ્રકાશભાઈ છગનલાલ ત્રેવાડીયા (ઉ.વ.45) ની ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું હતું કે, વાગડ બે ચોવીસી જૈન સમાજવાડીમાં ગત 26મી ફેબ્રુઆરીના તેમના મોટા ભાઇ જયસુખની દીકરી હેન્સીના લગ્ન હતા. ભત્રીજીના લગ્ન માટે સમગ્ર એરેન્જમેન્ટ ફરિયાદીએ કર્યું હતું ભત્રીજી હેન્સીને કરિયાવરમાં આપવાના સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી વાડીના ગ્રાઉન્ડ ફ્લો ર પર રૂમ નંબર 2માં મુકી હતી. દરમિયાન બપોરના અરસામાં રૂમમાં રાખેલી દાગીના ભરેલી થેલી તસ્કરી થઈ ગઈ હતી. આ બાબતે વાગડ બે ચોવીસી વાડીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તજવીજ કરતાં તલાશી કરતાં એક છોકરી અંદાજીત બારેક વર્ષ ની લાલ કલરની કોટી અને કાળા કલરનું પેન્ટ પહેરલ હતું તે દાગીના ભરેલું પાકીટ લઇને રૂમમાંથી બહાર નીકળતી દેખાઇ હતી તેમજ તેની સાથે એક છોકરો પણ હતો દરમિયાન આ છોકરી બાબતે સમાજવાડીમાં અને સગાસબંધીઓમાં પુચ્છતાછ કરતાં આ છોકરી ઓળખીતી કે કોઇના સબંધમાં ન હોવાનું અને વાડી સંચાલકોએ પણ આ છોકરી વિશે જાણતા ન હોવાનું જણાવતા આખરે સોમવારના બપોરના અરસામાં ભુજ બી ડિવિઝન પોલીસમાં તસ્કરી બાબતે ફરિયાદ લખાવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તજવીજ હાથ ધરી છે.