ભુજમાં શોભાયાત્રામાં બે મહિલાના ગળામાંથીસોનાની ચેઇનની ચીલ ઝડપ
ભુજ શહેરના શિવરાત્રી પર્વ નિમિતે ધિગેશ્વર મહાદેવના મંદિરેથી શિવભક્તોની નીકળેલી શોભાયાત્રા દરમિયાન કલેકટર ઓફિસ સુધીના રસ્તા પર કોઇ ઉઠાઉ ગીરોએ વૃધ્ધ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઇ જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આ અંગે મોડે સુધી પોલીસમાં કોઇ જ ફરિયાદ લાખાવી ન હતી. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સોમવારના સવારના અરસામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સનાતન ધર્મના લોકો દ્રારા મહાશોભાયાત્રા ભુજના ધિગેશ્વર મહાદેવના મંદિરથી શહેરના વિવિધ રસ્તા પરથી પસાર કરવામાં આવી હતી. તે દરમિયાન મંદિરમાં શિવજીના દર્શને આવેલા એક વૃધ્ધ મહિલાના ગળામાંથી કોઇ ઈસમ સોનાની ચેઇનની ચીલઝડપ કરી ગયો હતો. તેમજ કલેકટર ઓફિસ પાસેથી પણ એક મહિલાના ગળમાંથી ચેઇનની ચીલઝડપની ઘટના બની હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું હતું. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધતા પોલીસે ઘટના બની હોવાનું સમર્થન આપ્યું હતું. પરંતુ આ બાબતે કોઇ જ ફરિ યાદ કરવા આવ્યું ન હોવાનું જણાવ્યું હતું ચીલઝડપના બબ્બે ઘટના બનતાં શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. તો શોભાયાત્રાના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ ટીમમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ચિલઝડપના આ ઘટનાને પગલે શહેરભરમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યુ હતું.