અંજારમાં જમીન સાફ કરતા યુવાન ઉપર એક મહિલા સહિત 3 જણાનો ધારીયા વડે હુમલો
અંજાર બાયપાસ નજીક આવેલા ભુતળદાદાના મંદિર પાસે સરકારી પડતર જમીન સાફ કરી રહેલા યુવાન પર એક મહીલા સહીત ત્રણ જણાએ ધારીયા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે લખાવાઈ છે. અંજાર પોલીસ સ્ટેશનના પીએસઓ ઇશ્વરસિહ ચૌધરીએ નવાનગર રેલવે પાટા નજીક રહેતા ફરીદાબેન આધમ સલેમાન કકલની ફરિયાદ ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.2/3 ના સવારના આરસામાં તેનો દિકરો બાયપાસ પર આવેલા ભુતળદાદાના મંદિર પાસે સરકારી પડતર જમીનમાંથી બાવળ કાપી સફાઇ કરી રહ્યો હતો. તે દરમિયાન ભુતળદાદાના મંદિર નજીક જ રહેતી પુરાબાઇ હારૂન બાફણ નામની મહિલા સાથે નવા અંજારમાં રહેતા વિશ્રામ વીશુ ગઢવી અને જીવા વિશ્રામ ગઢવી આવ્યા હતા અને તું કેમ અહીં આવ્યો તેવું કહી વિશ્રામ ઉર્ફે વીશો ગોપાલ ગઢવીએ ધારીયું ડાબા હાથમાં ફટકારી ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજા બન્ને જણાએ મદદગારી કરી હતી. પોલીસે ત્રણે ઈસમ વિરુધ્ધ આઇપીસીની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કાર્યવાહી હેડ કોન્સટેબલ હીરેન ચાવડા ચલાવી રહ્યા છે.