નવી સુંદરપુરીમાંથી રોકડા 12,780 સાથે 6 શખ્સો ઝડપાયા
નવીસુંદરપુરી વિસ્તારમાં દુકાનની પાછળના ભાગે જુગાર રમી રહેલા 6 ઇસમોઓને રૂ.12,780 રોકડ રકમ સાથે ઝડપી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં જુગારની બદીને કાબુમાં લાવવા કાયદાના રખેવાળો દ્વારા સમયાંતરે આ બાબતે તપાસ વિસ્તારમાં કરવામાં આવી રહી છે. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ બાબુભાઇ મિયોત્રાએ વિગતો અપાતાં જણાવ્યું હતું કે, ગત સાંજના અરસામાં પેટ્રોલિગ દરમિયાન બાતમી મળી હતી કે નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલી કૈલાશ વસ્તુ ભંડાર દુકાનની પાછળના ભાગમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે તે સ્થળે સાંજના આરસામાં રેડ પાડતાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા શામજી રતાભાઇ ભરવાડ, ઇશ્વરભાઇ પાંચાભાઇ મનાની, સલીમ હાજી રાયમા, રમેશ બાબુભાઇ યાદવ , નરસિંહ વેલજીભાઇ સથવારા અને અનિલ રણજિતભાઇ કોલીને રૂ.12,780 રોકડ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ કોન્સટેબલ નાથાભાઇ પરમારે ગુનો લખાવી કાયદેસર તપાસ કરી હતી.