કરજણ: આર આર સેલે ટોલનાકા નજીકથી અખાધ્ય ગોળના જથ્થા સાથે ૧ શખ્સની કરી ધરપકડ
કરજણના ટોલનાકા નજીકથી આર આર સેલ દ્વારા રૂપિયા એક લાખ ઉપરાંતના અખાદ્ય ગોળના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડયો હતો. વડોદરા આર આર સેલ દ્વારા કરજણના ટોલનાકા નજીકથી રૂપિયા એક લાખ ઉપરાંતના અખાદ્ય ગોળના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતા અખાદ્ય ગોળનો વેપલો કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર વડોદરા આર આર સેલના પોલીસ કર્મીઓ કરજણ પાસે ટોલનાકા નજીક પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અખાદ્ય ગોળનો જથ્થો ભરેલો એક આઈસર ૪૦૭ ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૦૬૧૩ જે ભરૂચ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે ટેમ્પો કરજણ ટોલનાકા નજીકથી આવતા આર આર સેલના પોલીસ કર્મીઓેએ ટેમ્પો કોર્ડન કરી ટેમ્પોને અટકાવી ટેમ્પોની સઘન તલાશી લેતા ટેમ્પોમાં અખાદ્ય ગોળનો જથ્થો જણાઇ આવ્યો હતો. આર આર સેલે ટેમ્પોચાલક ભરતભાઇ ગોવિંદભાઇ તડવી રહે. લાછરજઓની પૂછપરછ કરતાં આ ગોળનો જથ્થો અંકલેશ્વર ગોયા બજારમાં આવેલી ગાંધી અરવિંદકુમાર ચંદુલાલ નામની દુકાનેથી ભરી લઇ આવી કેલનપુરના પ્રવિણભાઇ કેસુરભાઇ પ્રજાપતિનાઓને આપવા જવાનું જણાવ્યું હતું. પોલીસે કોઈ પણ જાતના પરવાના વગર અધિકારપત્ર વિના લઇ જવાતા અખાદ્ય ગોળની બેગ નંગ ૧૬૦ કિલોગ્રામ ૪,૮૦૦ કિંમત રૂ, ૧,૨૦,૦૦૦, ટેમ્પો કિંમત રૂ, 4,00,000 તથા મોબાઈલ કિંમત રૂ, ૫૦૦ મળી કુલ રૂ. ૫,૨૦,૫૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક ભરતભાઇની અટક કરી તેમજ અન્ય બે શખ્સો વિરૂધ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરાવેલ છે.