અંક્લેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ તસ્કરીઓનો ભેદ ઉકેલી ભરૂચ એલસીબી
ભરૂચ એલસીબી સ્ટાફને અંકલેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ તસ્કરીના ઈસમને પકડી પાડવામાં સફલતા મળી છે. પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી રૂ. ૯૮,૪૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત પોલીસ વિગતો મુજબ ભરૂચ એલ.સી.બી.ના સ્ટાફ અંક્લેશ્વર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી આધારે એક શખ્સને સજોદ ગામ પાસેથી ઝડપી આ શખ્સની પુછપરછ કરતા તેણે તેનું નામ અર્જુનભાઇ ઠાકોરભાઇ વસાવા ઉ.વ. ૩૬ હાલ. રહે. મીઠા ફેકટરી પાછળ અંક્લેશ્વર મુળ. રહે. સાંઇબાબા નગર,મંજીપુસા રોડ, નડીયાદ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઈસમની સઘન પુછતાછ કરતા તેણે આજથી બે મહીના પહેલા અંક્લેશ્વર રૂરલના સંજાલી ગામમા ઘરનુ લોક તોડી આશરે રોકડ રૂ. ૩,૦૦,૦૦૦ તથા આશરે ૫૦,૦૦૦ ના કિંમતના ધરેણાની તથા એક મોબાઇલ ફોનની તસ્કરી કરેલ તેમજ રાજપીપળા ચોકડી નજીક ને.હા.નં ૪૮ ઉપર વર્ષા હોટેલની સામે આવેલ અંબીકા ઓટો પાર્ટ્સની દુકાનનુ શટર તોડી તેમાંથી ચલણી સીક્ક્કાઓ તેમજ ચાંદીના સીક્કાઓ તસ્કરી કરેલ હોવાની કબુલાત કરી હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી ચાંદીના સાંકળા જોડ-ર કિંમત રૂ. ૪૦૦૦ તેમજ ચાંદીના સીક્કા નંગ ૩ જેની કિંમત રૂ. ૨,૦૦૦, સેમસંગ કંપનીનો ગોલ્ડન કલર જે ૭ મોબાઇલ કિંમત રૂ. ૨૦૦૦, એક વિવો કંપનીનો કાળા કલરનો વાય ૮૧ મોબાઇલ કિમત રૂ. ૫,૦૦૦, માઇક્રોમેક્સ કંપનીનુ કાળા કલરનુ ટેબલેટ કીંમત રૂ. ૧,૦૦૦, આઇટેલ કંપનીનો કીપેડ વાળો મોબાઇલ કિંમત રૂ. ૫૦૦, એમએલ કંપનીનો સફેદ કલરનો મોબાઇલ જેની કિંમત રૂ. ૫૦૦, ભારતીય બનાવટની ચલણી નોટોમાં ૨,૦૦૦ ના દરની ૧ તથા ૫૦૦ ના દરની ૬૦,૧૦૦ ના દરની ૫,૫૦ ના દરની ર, ર૦ ના દરની ૩ તથા ૧૦ ના દરની ર૩ નોટો મળી કુલ રૂ. ૩ર,૮૯૦ તેમજ એક, બે, પાંચ, અને દશના સિક્કા નંગ ૧૬૮ મળી રોકડા રૂ. ૫૫૨, એક કાળા કલરની પલ્સર બાઇક નંબર જીજે 07 સીએમ 6032 કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૯૮,૪૪૨ નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસના હાથે પકડાયેલ શખ્સ લોખંડના સળીયા વડે શટર તેમજ દરવાજાના નકુચા અને લોક તોડીને તસ્કરી કરવાની ટેવ વાળો છે. આ ઉપરાંત સદર શખ્સ આ પહેલા કરજણ ખાતે ભંગાર તસ્કરીમાં ઝડપાયેલ છે.