દેવગઢબારિયાના અસાયડી ગામ પાસેથી સવા ત્રણ લાખનો શરાબ પકડાયો
દેવગઢબારિયા પથકના દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા માટે પોલીસ તંત્ર દ્રારા હાથ ધરાયેલા સઘન પ્રયાસોના ભાગરૂપે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના પોસઈ બીજી રાવલને બાતમી મળી હતી. ભથવાડા ભૂતિયા ફળિયામાં પાનમ નદી તરફ જવાના રસ્તા ઉપર અસાયડી ગામના ગણપતભાઇ ઉર્ફે બાવો શંકરભાઇ કોળી પટેલ, તેનો છોકરો સુનિલ ગણપત અને તેના ભાઈ એમ ત્રણે જાણે ભેગા મળી શરાબનો વિપુલ જથ્થો ઉતાર્યો છે અને વેચાણ ચાલુ છે. જેને પગલે એએસઆઈ પારસિંહ સહિતની ટીમે દરોડો પાડતા એક શખ્સ ઘટના સ્થળેથી ફરાર થયો હતો. પરંતુ તેનો મોબાઈલ ફોન અને મોટર સાયકલ ઘટના સ્થળેથી મળીઆવી હતી. તેમજ 3936 બોટલ ભરેલી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 82 પેટીનો વિપુલ જથ્થો મળી આવતા પોલીસે રૂ. 3.14 લાખના શરાબ સાથે કુલ રૂ. 3.23 લાખના શરબના જથ્થા સાથે ત્રણે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.